રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે થોડીક શરતોને આધીન મંજૂરી મળી ગઈ છે. રાજકોટમાં લગ્ન તો મંજૂરી મળી ગઈ છે, પણ મેળાવડા નહીં સાદાઈથી લગ્ન કરી શકાશે. જેના માટે સરકારે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જે ફોલ્લો કરવું જરૂરી છે.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેર અને જિલ્લામાં લગ્ન માટે મંજૂરી આપી દેવામાં આવી છે જેથી હવે લોકો થોડીક શરતોને આધીન લગ્ન કરી શકશે. રાજકોટમાં થનાર લગ્નમાં મેળાવડા નહીં સાદાઈથી લગ્ન કરી શકાશે, ફૂલેકા અને જમણવાર નહીં કરી શકાય. આ સિવાય તંત્રએ લગ્નમાં 20થી વધુ લોકો લગ્નવિધીમાં હાજર પણ રહી શકશે નહીં. એટલું જ નહીં, જો તમારે લગ્ન પ્રસંગ કરવો હશે તો અગાઉથી લગ્નમાં હાજર રહેતા લોકોની યાદી પ્રાંતઅધિકારીને આપવી પડશે.
આજે રાજકોટ – નાયબ કલેકટર પરિમલ પંડ્યાએ એક નિવેદન આપ્યું હતું. નાયબ કલેકટર પરિમલ પંડ્યાએ રાજકોટ જિલ્લામાં લગ્નવિધી માટે મંજૂરી આપી છે. 20 લોકોને લગ્નવિધી માટે પ્રાંત અધિકારીએ મંજૂરી આપી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ શરત એટલી માત્ર છે કે રાજકોટમાં કોઈ લગ્નમાં વરઘોડો, દાંડિયા રાસ કે જમણવાર થઈ શકશે નહીં. લગ્નમાં હજાર રહેતા લોકોની યાદી પ્રાંતધિકારીને આપવી ફરજીયાત છે, જો કાયદાનું ઉલ્લંઘન કરશો તો તેના માટે સજા કે દંડની યોગ્ય જોગવાઈ પણ કરી છે.