દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા પણ વધી રહી છે અને મૃતાંક પણ. આ દરમિયાન જ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસ (AIIMS)ના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ચિંતાજનક અનુમાન લગાવ્યું છે.
રણદીપ ગુલેરરિયાના જણાવ્યા મુજબ મે અને જૂન મહિનામાં કોરોના વાયરસના કેસ સૌથી વધારે વધશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, લોકડાઉનનો ફાયદો મળો છે અને લોકડાઉનમાં કોરોના કેસ વધારે વધ્યા પણ નથી.
એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયા જણાવ્યું હતું કે, જે પ્રકારનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે તે પ્રમાણે કોરોના વાયરસના કેસ જૂન મહિનામાં તેની ચરમશીમાએ પહોંચી જશે. જોકે એવુ પણ બિલકુલ નથી કે આ બિમારી એક જ ઝાટકે ખતમ થઈ જશે. કોરોનાના કેસમાં ધીમે ધીમે જ ઘટાડો થશે. આપણે કોરોના સાથે જ જીવવાની આદત પાડવી પડશે.