ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બન્યું છે. 300થી વધુ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. અમદાવાદમાં 5200થી વધુ કેસ સામે આવી ચૂકયા છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર એમ્સ (દિલ્હી)ના ડાયરેકટર ડૉ.રણદીપ ગુલેરિયા અને ડૉ.મનીષ સુરજા અમદાવાદ પહોંચ્યા છે. બંને સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી. ડૉકટર્સને સ્થિતિ કાબૂમાં લેવા માટે ગાઇડ કરશે. અમિત શાહના નિર્દેશો અનુસાર બંને ડૉકટર્સ ભારતીય વાયુસેનાના એક ખાસ વિમાનથી અમદાવાદ આવ્યા છે.
માહિતી મુજબ એઈમ્સના ડાયરેક્ટર સહિત બન્ને ડોક્ટરોના અમદાવાદમાં પધારતા જ અનેક મોટી વાતો વહેતી થઈ છે. એઇમ્સના ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનીષ સુનેજા ડોક્ટર્સ, નર્સ અને દર્દીઓ સાથે ચર્ચા કરી કોરોના વાયરસને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને રાજ્યમાં માર્ગદર્શન માટે તબીબોની ટીમ મોકલવા રજુઆત કરી હતી.
શુક્રવારે સાંજે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ પોતાના બૂલેટિનમાં જણાવ્યું હતું કે, દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર અમદાવાદમાં આવી પહોંચશે. તેમની સાથે ડૉ.રણદીપ ગુલેરીયા, ડૉ.મનીષ સુનેજા બંને ડૉકટરો ખાસ ભારતીય વાયુસેનાના વિમાનમાં અમદાવાદ પહોંચશે.