હાલ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્યને લઈને અફવાઓનું બજાર ગરમ છે. તેવામાં આ મામલે ખુદ અમિત શાહે જ પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું છે. તો આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી લીધી છે. જેઓએ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્ય મામલે ખોટી અફવાઓ ફેલાવી હતી. હાલ તેઓ વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

 

અમદાવાદના ક્રાઈમબ્રાન્ચના અજય તોમરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈ ટ્વીટર પર પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ ઉભી કરી ખોટી માહિતી ફેલાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને તેઓની પુછપરછ હાલ ચાલુ છે.

 

એક તરફ દેશ વૈશ્વિક મહામારી કોરોના નો સામનો કરી રહ્યો છે.. તેવામા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ટ્વીટર એકાઉન્ટની બોગસ ઈમેજ બનાવીને અમિત શાહના નામનો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં મુક્વામાં આવ્યો હતો.          

 

 

Find out more: