લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂર્ણ થવાનો છે. અને દરેક વખતની જેમ આ વખતે પણ પીએમ નરેન્દ્ર મોદીએ લોકડાઉનની પરિસ્થિતિને લઈ રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે સમીક્ષા કરી હતી. અને લોકડાઉન વધારવું કે નહીં તે અંગે ચર્ચા કરી હતી. જો કે આ સમીક્ષા બેઠકમાં સીએમ રૂપાણીએ લોકડાઉન ન વધારવા માટે રજૂઆત કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

         

આજે પીએમ મોદીએ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાંથી સીએમ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપરાંત રાજ્ય પોલીસ વડા, આરોગ્ય સચિવ સહિતનાં સચિવ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી સાથેની મીટિંગમાં સીએમ રૂપાણીએ કોરોનાને લઈ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી.

 

સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, સીએમ રૂપાણીએ લોકડાઉન ન વધારવા અંગે રજૂઆત કરી છે. જો કે સત્તાવાર રીતે હજુ આ માહિતી બહાર આવી નથી. પણ ગુજરાત હાલ કોરોનાનાં કેસોની સંખ્યા આઠ હજારને પાર પહોંચી ગઈ છે.

Find out more: