પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વધુ એક વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. પીએમ મોદીના સંબોધન પર સૌ કોઇની નજર હતી કે આગામી સમયમાં કોરોના સામ લડવા માટે તેઓ ક્યાં પ્રકારનો પ્લાન દેશ સમક્ષ મૂકશે. શું અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવા માટે લોકડાઉનમાં ઢીલ આપવાનું એલાન કરશે. ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારને જ્યારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે રાજ્યો પાસે આ અંગે ફિડબૈક માંગી હતી. જ્યારે આજે મોદીજી એ રાષ્ટ્રને સંબોધિત કરી ઘણી વાતો કરી છે. 

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી વખત કોરોના સંકટ વચ્ચે રાષ્ટ્રને સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે સરકાર તેના માટે 20 લાખ કરોડનું મહાપેકેજ લાવી રહી છે. તેમણે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારામન બુધવારથી થોડા દિવસો માટે પગલા-દર-પગલામાં દેશની સમક્ષ પેકેજની વિસ્તૃત વિગત ધરાવે છે. 

 

પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની સામે ભારતનું મૂળભૂચ ચિંતન, આશાની કિરમ નજર આવે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર, તે આત્મનિર્ભરતાની વાત કરે છે જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત જ્યારે આત્મનિર્ભરની વાત કરે છે તો આત્મકેન્દ્રીત વ્યવસ્થાની ભલામણ પણ કરે છે. ભારતની આત્મનિર્ભરતામાં સંસાર, સુખ, સહયોગ અને શાંતિની ચિંતા થાય છે.

Find out more: