ગુજરાતમાં ચોમાસાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોમાસું ક્યારે બેસશે અને ક્યા સુધી રહેશે તેને લઈને આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે આજે ગુજરાતમાં સારા ચોમાસાના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 21મી જૂનથી થશે. રાજ્યમાં ત્યારથી વિવિવત રીતે ચોમાસું શરૂ થશે. આ વખતે વૈશ્વિક મહામારી અને બીજા અનેક પરિબળો અસર કરી ગયા છે.
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 21મી જૂનથી ચોમાસું શરૂ થશે અને એક સપ્તાહ ચોમાસું પાછળ ધકેલાયું છે. સામાન્ય રીતે જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં બેસી જતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસું મોડું છે. સાથે એવું પણ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસું એક સપ્તાહ પાછળ ધકેલાયું છે, તો વિદાય પણ મોડું લેશે. આમ હવામાન વિભાગે ગુજરાત સહિત આજે ભારતમાં ચોમાસા અંગે જાહેરાત કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 મેની સાંજ સુધીમાં બંગાળના ઉપસાગરના મધ્યભાગમાં 65 થી 85 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. અંદામાન સાગરમાં તેની ગતિ 45 થી 55 કિ.મી. સુધીની રહેશે. સાગરમાં ઊંચા મોજા ઊછળશે. માછીમારોને 15 મેથી જ બંગાળના ઉપસાગરના દક્ષિણ અને મધ્યભાગમાં માછીમારી કરવા ના જવા ચેતવણી અપાઇ ચૂકી છે.