દેશભરમાં ફરી એકવાર લોકડાઉન 14 દિવસ માટે વધારી દીધું છે. લોકડાઉન 4.0 31મી મે સુધી દેશભરમાં યથાવત રહેશે. કેન્દ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન વડાપ્રધાને કહ્યા પ્રમાણે નવા રંગ અને રૂપનું જ છે. ગૃહમંત્રાલય તરફથી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.

 

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું હતું. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.

 

આજે જાહેર કરવામાં આવેલા લોકડાઉન 4.0માં કેન્દ્ર સરકારે કેટલીક છુટછાટ આપી છે. જેમાં રેસ્ટોરન્ટ અને હોટલને છૂટ મળી નથી. જોકે રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. સ્કૂલ કોલેજ બંધ રહેશે. તેવી જ રીતે કોચિંગ ક્લાસ પણ બંધ રહેશે. મૉલ અને જીમ પણ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળ બંધ રહેશે. સ્થાનિક અને ઈન્ટરનેશનલ હવાઈ સેવા બંધ. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. તેવી જ રીતે મેટ્રો અને રેલવે વિભાગ પણ બંધ રહેશે. રાજકીય આયોજન પર પ્રતિંબધ યથાવત્ રહેશે. તો 10 વર્ષથી નાના બાળકોને બહાર નીકળવા પર પ્રતિબંધ. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લઈ શકે છે.

Find out more: