ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારે કન્ટેઈન્મેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવશે. લોકડાઉનને આપણે સ્ટ્રિકલી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે ગઈકાલે કલેક્ટરો સાથે ચર્ચા કરીને પોત પોતાના વિસ્તારના કન્ટેઈન્મેન્ટ ઝોન રાજ્ય સરકારને સોંપશે. અને તેને કેન્દ્ર સરકારને સોંપાશે.

 

મંગળવાર સવારથી ગાઈડલાઈનનો અમલ કરવામાં આવશે. કન્ટેઈન્ટમેન્ટ ઝોનની બહાર છૂટછાટ આપીશું. હવે કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર તમામ ઈન્ડસ્ટ્રીને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. તથા કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર સોશિયલ ડિસ્ટન્સના અમલ સાથે એસટી અને સિટી બસ સર્વિસ પ્રમાણે ચાલુ કરવામાં આવશે.                             

                           

સાંજે 7થી સવારના 7 સુધી બધાએ ઘરમાં રહેવાનું છે. અને તેનો કડક અમલ કરાવવામાં આવશે. સ્કૂટરચાલકો અને રિક્ષાચાલકોને પણ છૂટ આપવામાં આવશે. પણ આવતીકાલે એના નિયમો બહાર પડશે. કેટલા પેસેન્જર અને કેટલા સમય સાથે ચલાવવાનું રહેશે તેની જાહેરાત કરવામાં આવશે. 

 

 

Find out more: