લોકડાઉન 4.0 માટે ગૃહ મંત્રાલય તરફથી નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. નવી ગાઇડલાઇનમાં ઘરેલૂ-વિદેશી ઉડાનોને પરવાનગી નથી. હોટસ્પોટ એરિયામાં કડકાઇ યથાવત રહેશે. આ સાથે જ મેટ્રો સેવા પર પ્રતિબંધ રહેશે. લોકડાઉન 4.0માં શાળા અને કોલેજને ખોલવાની ઇજાજત નથી.

                      

લોકડાઉન 4.0માં ગૃહ મંત્રાલય તરફથી લગ્ન સમારોહ અને અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે પણ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી જારી એક આદેશમાં કહેવામા આવ્યું છે,’લગ્નથી સંબંધિત સમારોહનું આયોજન સામાજિક અંતરને અનુસરીને કરી શકાશે. પરંતુ 50 થી વધુ લોકો લગ્ન સમારોહમાં ભાગ લેશે નહીં’

                                         

લોકડાઉન 4.0ના દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, 65 વર્ષથી વધુ ઉંમરવાળા, ગંભીર બીમારીઓથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ઘરમાં જ રહે.

Find out more: