ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં પોઝિટિવનાં વધુ 477 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 321 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે એક જ દિવસમાં 31 દર્દીઓનાં મોત થયા છે. અમદાવાદમાં એક જ દિવસમાં 346 પોઝિટિવ કેસો મળ્યા છે. આમ રાજ્યમાં કુલ પોઝિટિવનો આંક 20574 થયો છે. જ્યારે મોતનો કુલ આંક 1280 અને ડિસ્ચાર્જનો કુલ આંક 13964 થયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસથી ગુજરાતનાં રિકવરી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉ એક દિવસમાં 1000 અને 800 કેસોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જે આંક હવે 300ની આસપાસ આવી ગયો છે.


પાછલા એક દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 346, સુરત 57, વડોદરા 35, ગાંધીનગર 4, મહેસાણા 1, ભાવનગર 3, બનાસકાંઠા 2, અરવલ્લી 4, સાબરકાંઠા 5, પંચમહાલ 4, કચ્છ-ખેડા 1-1, જામનગર 5, ભરૂચ 2, ગીર સોમનાથ 1, સુરેન્દ્રનગર 6, જૂનાગઢ 4, નવસારી 2, અમરેલી 1, અન્ય રાજ્યમાં કોરોનાનાં 2 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 

 

રાજ્યમાં હાલ કોરોના પોઝિટિવનાં કુલ કેસોનો આંક 5330 છે. જેમાંથી 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 5271 દર્દીઓની હાલત સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં 24, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને સાબરકાંઠા-પંચમહાલ-રાજકોટમાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું હતું. સરકારે અનલોક 1 બાદ કોરોનાના કેસ વધતા ગયા છે. જેમ જેમ લોકો ધરની બહાર નીકળતા ગયા તેમ કોરોનાના કેસ પણ વધાતા ચાલ્યા છે. કોરોનાની સાવચેતી જ તેની દવા છે એ વાત દરેકે ધ્યાનમાં લઇને જીવવાની આદત પાડવી પડશે. 

Find out more: