આજકાલ માણસને પોતાની સાથે વાત કરવાનો સમય નથી કારણકે સોશ્યલ સાઇટ્સ પર તે રચ્યો પચ્યો રહે છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ કે વ્હોટ્સએપ પર દરેકને પોતાની વાત ખૂલીને કહેવાનો અવસર આપે છે.  આવો જ એક કિસ્સો હિંમતનગરમાં બન્યો છે હિંમ્મતનગરના યુવાનને એક અમદાવાદી યુવાને યુવતીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી છેતર્યો છે અને યુવકને બ્લેકમેઇલ પણ કર્યો છે.

 

સોશ્યલ ક્રાઇમમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે હિંમતનગરમાં રહેતાં એક યુવકને સપ્તાહ અગાઉ અમદાવાદના એક યુવકે ‘અર્પિતા પટેલ’ નામની યુવતીના ફેસબુક એકાઉન્ટની મદદથી સંપર્ક કરીને અન્ય સ્ત્રીઓ સાથે શારીરીક સંબંધ બાંધવાની લાલચ આપીને સભ્યપદ માટે પૈસા ભરાવીને ફેસબુક મેસેન્જર પર વીડિયો કોલ મારફતે તેના ચહેરા તથા અન્ય અંગ બતાવવાનું કહીને સ્ક્રીન રેકોર્ડીંગ દ્વારા ન્યૂડ વીડિયો બનાવીને હિંમતનગરમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વધુ નાણાંની માંગણી કરી હતી.

 

આથી ગભરાઈ ગયેલા યુવકે સાયબર સેલનો સંપર્ક કરતાં પોલીસે ઉપરોક્ત યુવક તેમજ હિંમતનગરના અન્ય એક યુવકને પણ બ્લેકમેઈલ કરનાર અમદાવાદના યુવકને ઝડપી લઈને કોરોના ટેસ્ટ કરાવવા માટે સિવિલ મોકલી દીધો છે.

 

આ મામલે સાયબર સેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે કે, અત્યાર સુધીમાં આ આરોપી યુવકે કેટલા લોકોને બ્લેકમેઇલ કર્યા છે. તેની તપાસ કરી રહી છે. આંખ ખોલતો આ કિસ્સો સમાજમાં સંદેશા રૂપ છેકે તમે જેને નથી ઓળખતા તેને તમારાથી દુર રાખો.

Find out more: