14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ.મકર સંક્રાંતિનો તહેવારમાં દેશભરમાં વિવિધ રીતે મનાવવામાં આવે છે. પરંતુ દરેક રાજ્યમાં તેનું નામ અલગ-અલગ હોય છે. કર્ણાટકમાં સંક્રાંતિ, તમિલનાડુ અને કેરલમાં પોંગલ, પંજાબ હરિયાણમાં માધી, ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણ, ઉત્તરાખંડમાં ઉત્તરાયણી હોય છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેને ખીચડીના નામથી ઓળખવામાં આવે છે. આમ તો પંજાબમાં તેને લોહડીના નામે સંક્રાંતિથી એક દિવસ પહેલા મનવવામાં આવે છે. શું તમે જાણો છે કે આ રિવાજ કઇ રીતે પડ્યા.
મકર સંક્રાંતિએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ખાસ કરીને આ તહેવાર 14 અને 15 તારીખે મનાવવામાં આવે છે. તો આવો જોઇએ આખરે શુ કારણ છે કે અલગ અલગ રાજ્યમાં તેને કેમ અલગ-અલગ નામ હોય છે.
રાજસ્થાન અને ગુજરાત
મકર સંક્રાંતિ પર રાજસ્થાન અને ગુજરાતમાં પતંગ ઉડાવવાની પરંપરા છે. જેના કારણથી ગુજરાતમાં પતંગ મહોત્સવ નામથી તેની ઉજવણી કરવામાં આવે છે. પતંગ ઉડાવવા સિવાય આ દિવસે ઘરમાં સૂર્ય પૂજા કરવા માટે ઘેવર, તલના લાડુ પણ બનાવવામાં આવે છે.
તમિલનાડુ
મકર સંક્રાંતિના તહેવારને તમિલનાડુમાં પોંગલના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો ઘરમાં સ્વચ્છતા કરીને આંગણામાં ચોખાના લોટથી રંગોલી બનાવે છે. તે બાદ માટીના વાસણમાં ખીર બનાવે છેપહેલા સૂર્ય દેવને લગાવવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી મનવવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ
મકર સંક્રાંતિનો તહેવાર ઉત્તર પ્રદેશમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ દિવસે ઘરમાં અડદની દાળની ખીચડી બનાવીને ખાવાની શુભ માનવામાં આવે છે. તે સિવાય લોકો આ દિવસે તલના લાડુ, તલની ગજક અને મગફળીની ચિક્કી બનાવીને પણ ખાય છે.
બિહાર – ઝારખંડ
મકરસંક્રાંતિના તહેવાર પર બિહાર અને ઝારખંડમાં ખીચડીની સાથે દહીં-ચૂડા બનાવવાની પરંપરા છે. તે સિવાય અહીંના લોકો રાતના ભોજનમાં તલથી બનાવેલી વાનગી બનાવે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મકરસંક્રાંતિનો તહેવાર 3 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન મહારાષ્ટ્રની પારંપારિક પૂરન પોલી ખાવામાં આવે છે.