ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ નવા વર્ષની શરૂઆતમાં પોતાની ગર્લફ્રેંડ સાથે સગાઇ કરી લીધી છે. હાર્દિકનુ નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલાથી લઇ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું પરંતુ આખરે હાર્દિક પંડ્યાએ મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઇ કરી લીધી છે. હાર્દિક અને નતાશાની સગાઇનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. જેમા દરિયાની વચ્ચોવચ હાર્દિક પોતાની ગર્લફ્રેંડને પ્રપોઝ કરતો નજર આવી રહ્યો છે. હવે નતાશાએ પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમા તે સ્વિમસૂટમાં નજર આવી રહી છે.

નતાશાની આ તાજા તસવીરોમાં ખુબ જ કોમેન્ટ આવી રહી છે, પરંતુ હવે હાર્દિકનાં ફેંસએ તેની આ તસવીરો પર ‘ભાભી જી’ કહેવાનું શરૂ કરી દીધુ છે. હાર્દકના ગણા ફેન પેજએ નતાશાની આ તસવીર પર કોમેન્ટો કરી છે અને તેને ભાભી જી કહી છે. ખરેખર નતાશા આ તસવીરમાં ખુબ જ સુંદર નજર આવી રહી છે.

તમને જણાવી દઇએ કે, નતાશાએ પોતાની સગાઇનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પહેલા ઘુટણે બેસીને આ સંબંધ માટે નતાશા પાસે પરવાનગી માંગે છે. આ સાંભળતા જ નતાશા તેને ઉભો કરવાની કોશિશ કરે છે પરંતુ જ્યારે તે ઉભો નથી થતો ત્યારે તેને KISS કરે છે. તેમની સગાઇ સંપૂર્ણ રીતે ફિલ્મી અંદાજમાં થઇ જેમા દરિયાની વચ્ચે બોટ પર મ્યૂઝીક પણ વાગી રહ્યું હતું

 


આ પ્રકારની ફિલ્મમાં પાત્રોનું ઘણું જ મહત્ત્વ હોય છે. વૃદ્ધો પોતાના સંતાનોની ઉંમરના યુવક-યુવતીના પ્રેમમાં પડે ત્યારે તેમની પાસે ચોક્કસ કારણ હોય છે. ફિલ્મમાં આ વાતને અવગણવામાં આવી છે. ગીત-સંગીતથી લઈને શિમલાની સુંદરતા તથા પાત્રોની લાગણીઓને યોગ્ય રીતે બતાવવામાં આવી નથી. આ ફિલ્મ જોઈને અફસોસ થાય છે.

Find out more: