ટેકનોલોજીની હરણફાળ હવે તમને જલ્દી ટીવીમાં મોબાઇલની મજાનો આનંદ આપશે. TikTok અને Instagram જેવી એપ ખોલતા જ ટીવી હોરિઝોન્ટલ અને વર્ટિકલ શેપમાં ફરી જશે. હાલ ટેક બજારમાં આ નવા Sero TV ની ઘણી ચર્ચાઓ થઈ રહી છે. સેમસંગ કંપની તેના આ પ્રોડક્ટને જલ્દી લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
માહિતી મુજબ સેમસંગ તેના આ નવા પ્રોડક્ટ્સને જલ્દી અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવા વિચારી રહી છે. જ્યારે કંપની ભારતમાં પણ આ પ્રોડક્ટને લોન્ચ કરવાની યોજના છે. આપને જણાવી દઈએ કે અમેરિકાના લાસ વેગાસમાં દર વર્ષે થનારા કંઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શોમાં કેટલીક કંપનીઓ તેમના આવનારા ફ્યુચરિસ્ટિક ટીવી શોકેસ કરે છે. રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સેમસંગે નવા 8K બેઝલ-લેસ ટીવીનો કોન્સેપ્ટ સામે રાખ્યો. જે જોવામાં સામાન્ય ટીવીથી એકદમ અલગ અને યુનિક છે.
Sero TV નામથી લોન્ચ થનારું આ ટીવી નોર્મલ ટીવી સેટથી એકદમ અલગ છે. આ ટીવીને તમે માત્ર હોરિઝોન્ટલ(Horizontal) જ નહીં પણ વર્ટિકલ(Vertical) ડિઝાઇનમાં પણ જોઈ શકશો. 43 ઇંચ ટીવી 8K રિઝોલ્યુશન સામે આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટીવી એવા યુઝર્સ માટે વધુ ખાસ રહેશે જે સ્માર્ટફોન પર વધુ સમયે મોટાભાગે ટીકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા એપનો ઉપયોગ કરે છે. ટીવીનું ખાસ ફીચર એ છે કે આમાં રોટેશન ફીચર છે.
ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીવીમાં એમેઝોન એલેક્સા અને ગૂગલ અસિસ્ટેંટની સુવિધા પણ મળશે. ટીવીમાં ઇંફ્રારેડ કંટ્રોલ્ડ છે અને વાઇફાઈથી પણ સંચાલિત થશે. ગેલેક્સી ફોન ધારકોને આ ટીવીમાં ખાસ ટેક્નોલોજી સુવિધાઓ પણ મળશે. ફોનને ટીવી સાથે કનેક્ટ કરવો ખૂબ જ સરળ રહેશે. જ્યારે આઇફોન યુઝર્સને આ ટીવીમાં AirPlay 2 સપોર્ટ મળશે.